ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરમાં ઓઇલ લીકેજ થતા તેનું ગોવામાં તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચેતક નામના હેલિકોપ્ટર (CH 418) ના એન્જીનનું ઓઇલ લીકેજ થતા તેનું દક્ષિણ ગોવાથી 60 કિમી દૂર લલિત હોટલ પાસે તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ તેમજ એક ટીમને તેની સહાય અર્થે રવાના કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યુ હતુ કે હેલિકોપ્ટર ચેતકનો આ નિયમિત ફેરો હતો અને આ સ્થિતિ સર્જાતા સાવચેતીથી તેનું લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં બધા વ્યક્તિઓ સુરક્ષિત હતા અને કોઈ નુકસાન થયુ ન હતુ.
