ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ મન-કી-બાત કરી હતી.જેમાં હાલમાં જ ઈસરો એ એક સાથે 104 સેટેલાઈટ્સ લોન્ચ કરીને જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને વિશ્વ ફલક પર ભારતનું નામ ગુંજતું કર્યું તે બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી.
ભારતે બેલેસ્ટિક ઇન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને આ કામ કરનાર દુનિયાના ચાર-પાંચ દેશોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને દેશના લોકો ખાસ કરીને યુવા પેઢી જે ડીઝીટલાઇઝેશનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે,તેમને હજી વધુ ઉપયોગ કરવા તેમજ અન્યને શીખવાડી તેઓને પણ આ તરફ દોરવા જણાવ્યુ મન કી બાત દરમિયાન પીએમ મોદીએ જણાવ્યુ હતુ.જેથી ભ્રષ્ટાચારને નાથી શકાય અને વધુ પારદર્શકતા લાવી શકાય.
વધુમાં મોદીએ માર્ચમાં શરુ થનાર વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ આપતા તણાવ મુક્ત થઈને મહેનત કરીને પરીક્ષા આપવા કહ્યુ હતુ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ઉદાહરણ આપ્યુ હતુ.
