ઇંગ્લેન્ડમાં આયોજીત 2017 ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો પ્રથમ મુકાબલો 4 જૂનથી પાકિસ્તાન સાથે છે,ભારત અને પાકિસ્તાન વચ્ચે થવા વાળી આ મેચથી પહેલા કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

કહેવામાં આવ્યુ છે કે સીમા પર પાકિસ્તાન લગાતાર તેમની નાપાક હરકત કરી રહ્યું છે, શું આપણે એમની સાથે રમત રમવા માટે સંબંધ રાખવો જોઈએ?

કેન્દ્રીય રમત મંત્રી વિજય ગોયલે સોમવારના રોજ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમોની વચ્ચે કોઈ પણ સિરીઝની સંભાવનાને નકારી દીધી હતી,બીસીસીઆઈ અને પીસીબીના શીર્ષક અધિકારી દુબઈમાં બંને દેશો વચ્ચે બેઠક થશે,આ વાતચીતમાં 2015 થી 2023 ની વચ્ચે બંને દેશોની વચ્ચે રમાનારી 6 સિરીઝની ચર્ચા થશે.