વડોદરા ભરૂચ વચ્ચે તારીખ 23મી જુલાઈ રવિવારના રોજ અપ લાઈન પર રેલવે તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવશે જેના કારણે ત્રણ ટ્રેનો પ્રભાવિત થશે.

જાણવા મળ્યા મુજબ તારીખ 23મી જુલાઈ રવિવારના રોજ ચાર કલાક માટે રેલવે વિભાગ દ્વારા વડોદરા ભરૂચ વચ્ચેના અપ લાઇનનું સમારકામ હાથ ધરવામાં આવશે જેના કારણે બપોરના 1 કલાક થી સાંજના 5 વાગ્યા સુધી ત્રણ જેટલી ટ્રેનો તેનાથી પ્રભાવિત થશે.

ટ્રેન નંબર 59049 વલસાડ – વિરમગામ પેસેન્જર સુરત સુધી જ દોડશે. આ ટ્રેન સુરત અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવી છે.જ્યારે 59050 વિરમગામ વલસાડ પેસેન્જરને અમદાવાદ સુધી જ આવશે અને અમદાવાદ સુરત વચ્ચે રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રેન નંબર 19260 ભાવનગર કોચૂવેલી એક્સપ્રેસને વડોદરા રેલવે સ્ટેશન ખાતે બે કલાક રોકી રાખવામાં આવશે.