બિહારમાં સીમાચલ જિલ્લા સહિત રાજયના 18 જિલ્લા છેલ્લા કેટલાક દિવસથી પૂરની ઝપેટમાં છે, જેથી પીએમ નરેન્દ્ર મોદી આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે. પીએમ મોદી પુરથી થયેલા નુકસાનની જાતે માહિતી લેશે. રાજ્ય સરકાર દ્રારા રાહત અને બચાવનું કાર્યકામ ચાલી રહ્યું છે.

આ પૂરના કારણે રાજ્યના 1 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જયારે મૃતકોની સંખ્યા વધીને 304 સુધી પહોંચી છે. રાજ્યના વિભિન્ન વિભાગોમાં છેલ્લા 24 કલાકમાં પુરથી 50 લોકોથી વધુના મોત થયા છે.

સૌથી વધારે અરરિયામાં 71 લોકોના મોત થયા છે. આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઘેરામાં 7.34 લાખથી વધુ લોકોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. નીતીશકુમાર દાવો કરી રહ્યા હતા કે પૂર પીડિતોને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે, અને કહ્યું કે જ્યાં વાહન અથવા હોળી નથી પહોંચી શકતી ત્યાં હેલીકૉપટરથી ખાવાનો સામાન મોકવામાં આવી રહ્યો છે. વધારામાં કહ્યું હતું કે જયારે પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી ઉતરશે ત્યારબાદ પીડિતોને મહિના સુધીનું રાશન સહિત જરૂરિયાત સામગ્રી આપવામાં આવશે. ક્ષતિગ્રસ્ત મકાન બનાવવા અને પાકના નુકસાનની ભરપાઈ માટે સરકાર સહયોગ આપશે.