પત્નીની બેવફાઈ થી કંટાળી માણસ મોતને અપનાવવા સુધી મજબુર થઈ જાઈતો કહેવુ જ કોને. ત્યારે આવી જ કંઈક ઘટના સામે આવી છે રાજકોટમા.
રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલ ગીરીરાજ આવાસ યોજના કવાટર્સમા રહેતા વિપુલ કોળી નામના યુવાને પોતાની પત્નીના આડા સંબંધથી કંટાળી જઈ આત્મહત્યા જેવુ પાપાત્મક પગલુ ભર્યુ છે. તો સાથો સાથ આત્મહત્યા કરતા કરતા તેને એક વિડિયો પણ બનાવ્યો છે જે સોશીયલ મિડિયામા વાઈરલ થયો છે. સોશીયલ મિડિયામા વાઈરલ થયેલ વિડિયોમા મૃતક વિપુલ કોળી જણાવે છે કે તેના આપઘાત પાછળ તેની પત્ની અને તેની પ્રેમીનો હાથ છે.
તો સાથો સાથ વિપુલ કોળી આત્મહત્યા કરતા કરતા ન્યાયતંત્ર પાસે ન્યાયની ગુહાર પણ લગાવે છે. તો બિજી તરફ પોલિસે પિયર પક્ષ અને સાસરીયા પક્ષ તેમજ પાડોશીઓના નિવેદન નોંધી આત્મહત્યાના દુષપ્રેરણનો ગુનો નોંધવાની તજવિજ હાથ ધરી છે.
