રાજકોટમા આડા સંબંધ મુદ્દે સિધો વાર કરતી બે ઘટનાઓ માત્ર 18 કલાકમા જ સામે આવી છે. જી, હા એક ઘટનામા આડા સંબંધોની શંકાએ ખૂદ પુર્વ પતિએ જ પુર્વ પત્નિને મોતને ઘાટ ઉતારી હતી. તો બિજી ઘટના એવી સામે આવી છે જેમા પિતરાઈ ભાઈએ પિતરાઈ બહેન સાથે સંબંધ રાખનાર વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દિધો છે. જો કે બંને ઘટનામા આરોપીઓ જેલના સળીયા ગણતા થઈ ચુક્યા છે.

વિશાલે પિતરાઈ બહેન સાથે લિવઈન રિલેશન શિપમા રહેતા મુકેશની કરી હત્યા

ગઈકાલે 12 માર્ચના રોજ મુકેશ નામના વ્યક્તિનુ વિશાલ ચૌહાણ નામના ઈસમે છરીના ઘા

ઝીંકી હત્યા કરી હતી. તપાસમા પુછપરછ કરતા જાણવા મળેલ કે વિશાલની પિતરાઈ બહેનનુ અફેર મુકેશ સાથે હોઈ જેથી તે બાબતનો ગુસ્સો આવતા વિશાલે મુકેશની હત્યા કરી હતી. મુકેશ પોતે પરણિત હોવા છતા વિશાલની પિતરાઈ બહેન સાથે લિવ ઈન રિલેશનશિપ મા રહેતો હતો. મુકેશ વિશાલની બહેન કરતા 20 વર્ષ મોટો હતો. વિશાલ આ બાબતે મુકેશના ઘરે સમજાવવા પણ ગયેલ પરંતુ ત્યારબાદ ઘરની બહાર આવતા બંને વચ્ચે રકઝક થઈ હતી જે બાદમા બનાવ હત્યામા પરીણમયો હતો.

ગણતરીની કલાકોમા આરોપીને પોલિસે સકંજામા લિઘો હતો

પોલિસે હત્યાનો બનાવ બનતા મૃતકના સગાવહાલાઓ ને પુછતા તેમણે સમગ્ર કૃત્ય વિશાલે આચર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. જેથી તાત્કાલિક અસરથી પોલિસે આરોપીને શહેરના રૈયા રોડ પાસેથી ઝડપી પાડયો હતો. તો સાથો સાથ હત્યા કરતા સમયે વિશાલને પોતાની જ છરી હાથમા વાગી આવતા તેને ઈજા પણ પહોંચી હતી.

વિશાલને ઈજા પહોંચતા તેને હોસ્પિચલ ખસેડાયો

વિશાલને બનાવ સમયે ઈજા પહોંચતા તે હાલ હોસ્પિટલમા સારવાર હેઠળ છે. ત્રણ મહિનાથી વિશાલની પિતરાઈ અને મુકેશ રિલેશનશિપ મા હતા. મુકેશ પોતે કોન્ટ્રાકટર હોઈ જેથી વિશાલનુ ઘર બાંધવામા મદદ કરી હોઈ ત્યારથી મુકેશ અને વિશાલની બહેન સંપર્ક મા આવ્યા હતા.

18 કલાકમા આડા સંબંધોના કારણે 2 હત્યા

આમ, એક જ દિવસમા રાજકોટમા બનેલ બે ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓ પોલિસ ગીરફતમા આવી ચુક્યા છે. જો કે આ બંને કિસ્સાઓ આપણા સભ્ય સમાજ તરફ ગંભીર પ્રકારની આંગળી ચીંધી રહ્યા છે.