સુરતનાં પાંડેસરા વિસ્તરમાં આવેલા જીયાવ બુડીયા રોડ પર એક ખુલા મેદાનમાંથી આજે સવારનાં સમયે એક અજાણી અંદાજે ૮ વર્ષની બાળકીની લાશ મળી આવી છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/vlcsnap-2018-04-06-15h25m43s327.png)
પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બાળકીના મૃતદેહનો કબજો લઈને કામગીરી હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતાં બાળકીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યાં હતાં. જેના પગલે પોલીસે બાળકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. હાલ તો પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ પોલીસે અજાણી બાળકીની ઓળખ કરવા તેનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ તેના મોત પાછળનું કારણ જાણી શકાશે તેવું પોલીસનું માનવું છે.
