અંકલેશ્વર: ધંતુરીયા ગામે જુગાર રમતા 6 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરીયા ગામના શિવાજી મંદિર ફળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ જુગારીયાઓને ૧૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરીયા ગામના શિવાજી મંદિર ફળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો હતો અને ગામના આમલી ફળિયામાં રહેતો જુગારી અજય પટેલ,કમલેશ વસાવા,vijay વસાવા અને હેમંત વસાવા,કરણ વસાવા તેમજ અરુણ વસાવાને ઝડપી પાડ્યો હતો.
