મહુવાના ઉમણીયાવદર ગામ નજીક ગોડાઉન ઝડપાયું
અનાજના ગેરકાયદેસર ગોડાઉન પર તંત્ર દ્વારા દરોડા
ઘઉં, ચોખા, બાજરી, ચણા, તુવેર દાળ, 3 વાહનો જપ્ત
ગેરકાયદે અનાજ સહિત રૂ. 21 લાખનો મુદ્દામાલ જપ્ત
તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામ નજીક અનાજના ગેરકાયદેસર ગોડાઉન પર વહીવટી તંત્રના દરોડામાં અંદાજે રૂ. 21 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લામાંથી પસાર થતાં મહુવા-ભાવનગર નેશનલ હાઈવે નં. 51 પર આવેલ ઉમણીયાવદર ગામ નજીક અનાજના ગેરકાયદેસર ગોડાઉનમાં મામલતદાર ટીમ અને પોલીસ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો.
આ ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો જેમાં 32491 કીલો ઘઉં, 8400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા, 1350 કિલો તુવેર દાળ સહિત 3 વાહનો મળી કુલ 20,99,845 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
