• અમદાવાદીઓ માટે નવું નજરાણું

  • સાબરમતીના કાંઠે 5.5 કિમીનો નવો રિવરફ્રન્ટ

  • ઉત્તર અમદાવાદની થશે કાયાકલ્પ

  • મોટેરાથી નરોડા સુધી કનેક્ટિવિટી વધશે

  • ટ્રાફિકની સમસ્યામાં મળશે મોટી રાહત 

સાબરમતી રિવરફ્રન્ટ હવે શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધીના 5.5 કિ.મી.ના નવા વિસ્તારમાં વિસ્તરવા જઈ રહ્યો છે. રૂપિયા 1,200 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા આ ફેઝ-2નું મુખ્ય આકર્ષણ ભારતની આધુનિક ઇન્ફ્લેટેબલ રબર ટેકનોલોજીથી સજ્જ બેરેજ-કમ-બ્રિજ હશે.

અમદાવાદ શહેરમાં રૂપિયા 1,200 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2નું વિસ્તરણ કરવામાં આવશે,જે  ઇન્ફ્લેટેબલ રબર બેરેજ બનશે,શાહીબાગથી ઇન્દિરા બ્રિજ વચ્ચે અત્યાધુનિક ઇન્ફ્લેટેબલ રબર બેરેજઆકાર લેશે.આ પ્રોજેક્ટથી નરોડાહંસોલ અને શાહીબાગ સહિત પશ્ચિમના સાબરમતીમોટેરા અને ચાંદખેડાના રહીશોને મનોરંજનનો નવો આધુનિક વિકલ્પ મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મહત્વના સ્થળો સાથે કનેક્ટિવિટી વધારતો આ પ્રોજેક્ટ ઉત્તર અમદાવાદના પરિવહન અને પર્યટનનું ચિત્ર બદલી નાખશે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું નિર્માણ હવે અંતિમ તબક્કા તરફ છેજે અમદાવાદની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ આપશે. શાહીબાગ દફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના આ નવા પટ્ટામાં રબર બેરેજ ટેકનોલોજી દ્વારા પાણીનું સ્તર જાળવવાની સાથે વાહનવ્યવહાર માટે એક નવો બ્રિજ કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે.