ગુજરાત રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું  નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું ગુજરાત રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવે નિરીક્ષણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનમાં સામાન્ય મુસાફરની જેમ સવારી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચે રોજબરોજ હજારો નાગરિકોનોકરિયાતો અને વિદ્યાર્થીઓ મેટ્રોમાં સફર કરે છેત્યારે મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે તે હેતુથી આ ઓચિંતું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસ વડાએ સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સસીસીટીવી (CCTV) કેમેરાનું નેટવર્કમેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનું બારીકાઈથી અવલોકન કર્યું હતું.