અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલક નો આબાદ બચાવો થયો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આજે એક ટ્રેક્ટર અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અયપ્પા મંદિર નજીક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રસ્તા કિનારે આવેલા વીજ પોલ સાથે અથડાયું હતું. અથડામણના જોરદાર ધક્કાથી વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રેક્ટર સીધું નહેરમાં ખાબક્યું હતું.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ જેસીબીની મદદથી નહેરમાં પડેલા ટ્રેક્ટરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
