અંકલેશ્વર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો યોજાયા હતા જે અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 61માં જન્મદિવસ નિમિત્તે શ્રી પાટણ લેઉઆ પાટીદાર સમાજની વાડી જીઆઇડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરત પટેલ, ટ્રસ્ટી હિમંત શેલડીયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરીયા, અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજીત્રા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા ૨૬ વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત અંકલેશ્વરના શ્રી મંગલમ્ પરિવાર દ્વારા ભરૂચ વડિલોના ઘર કસક ખાતે વડીલોને ભોજન તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભુખ્યાને ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
