અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગર દુર્ગા માતાજીના મંદિર પાછળ ખાનગી કંપનીના મોબાઈલ ટાવરને તસ્કરોએ નિશાન બનાવી બેટરી બેન્કના સેલના 96 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
એલવેર ડીઝીટલ ઈંફાસ્ટ્રક્ચર કંપની દ્વારા અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગર દુર્ગા માતાજીના મંદિર પાછળ મોબાઈલ ટાવર ઉભો કરાયો છે.જે ટાવરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને પાવર સપ્લાઈના કેબિનેટના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી અંદર રહેલ બેટરી બેંકના 16 નંગ સેલ મળી કુલ 96 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
