જાંબુઘોડા પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એસ.ટી. બસમાં તપાસ હાથ ધરી અને મોટી માત્રામાં બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, કવાંટથી બાટવા જૂનાગઢ-વંથલી રૂટની એસ.ટી. બસમાં પોલીસે નાકાબંધી દરમિયાન તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક મુસાફરે પોતાની મુસાફરીની ટિકિટ ઉપરાંત લગેજની ટિકિટ પણ લીધી હોવાનું સામે આવ્યું.
પોલીસે લગેજની તપાસ કરતાં બે બોરામાં કિંગફિશર અને એક બોરામાં બડવાઈઝર કંપનીના બિયરના ટીન મળી આવી હતી.આ મામલે પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરીને એક યુવકની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલ પોલીસે બિયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
