ભરૂચના હાંસોટમાં આવેલ કૃષિ સંશોધન કેન્દ્રમાં ખેતીકામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ખેતરમાં કામગીરી દરમિયાન ટ્રેક્ટર અચાનક પલટી જતાં તેનો ચાલક ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો.અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બાદમાં જેસીબીની મદદથી પલટી ગયેલા ટ્રેક્ટરને ઊંચકવામાં આવ્યું હતું અને તેની નીચે દબાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
