ભરૂચના ઝઘડિયા પંથકમાં ભારે વરસાદ
કાવેરી નદીમાં આવ્યુ હતું પુર
જમીનોનું મોટાપાયે ધોવાણ
ખેડૂતોને આર્થિક નુકશાન
આકાશી દ્રશ્યોમાં ચિંતાજનક સ્થિતિ
ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલ ભારે પુરના કારણે જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે.ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.
ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નદીના ધસમસતા વહેણને કારણે નદીકાંઠાની ખેતીની જમીનોમાં મોટા પાયે ધોવાણ થયું છે.ડ્રોન કેમેરાના આકાશી દૃશ્યોમાં નદીના પ્રચંડ વહેણથી જમીનો ધોવાઈ જવાની ચિંતાજનક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 10 એકર જેટલી ખેતીની જમીન નદીમાં ધોવાઈ ગઈ છે.જમીનના ધોવાણ સાથે કેળ, કપાસ અને શાકભાજી જેવા ઊભા પાક પણ નદીના વહેણમાં તણાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્ર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં નદીના ધોવાણને અટકાવવા માટે નદીકાંઠે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ ઉઠાવી છે.હાલ ખેડૂતો સરકાર અને જિલ્લા તંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને લાંબા ગાળાના રક્ષણાત્મક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.
