અંકલેશ્વરના પાનોલીનો બનાવ
પાનોલી રેલવે સ્ટેશન પર બની ઘટના
મોબાઈલ સ્નેચિંગ દરમ્યાન યુવાનનું મોત
ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
રેલવે પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઇલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું મોત નિપજવાના મામલામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.
અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઇલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાને પગલે રેલવે મુસાફરોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.મૂળ રાજસ્થાનનો 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર-બાંદ્રા ટ્રેનમાં સુરત તરફ જઈ રહ્યો હતો.
અશોક જનરલ કોચમાં દરવાજા નજીક બેસીને મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઇલ સ્નેચિંગનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં અશોક ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર પટકાયો હતો અને ત્યારબાદ ટ્રેન નીચે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અશોક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા CCTV ફૂટેજના આધારે પોલીસે મોબાઇલ સ્નેચિંગના કથિત પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે.ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનાને કારણે રેલવે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે.
