બાળપણમાં રમત-રમતમાં માટીને આકાર આપવાની શરૂ કરેલી નાનકડી કોશિશ આજે 23 વર્ષીય યુવા કલાકાર બ્રિજ ભટ્ટ માટે કળા, આસ્થા અને રોજગારનું માધ્યમ બની છે. ભરૂચના ભોલાવ ગામમાં રહેતા બ્રિજ ભટ્ટ નાનપણથી જ ગણેશજીની પ્રતિમા બનાવવાનો શોખ ધરાવે છે. સમય સાથે પોતાની કળાને વધુ નિખારી તેમણે આજે આગવી ઓળખ ઊભી કરી છે.

બ્રિજની કળાને નવી દિશા આપવામાં તેમના પરિવારનો, ખાસ કરીને પિતા સંદીપભાઈ ભટ્ટનો સતત સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. પરિવારના પ્રોત્સાહનથી બ્રિજને પોતાની પ્રતિભાને કારકિર્દીનું સ્વરૂપ આપવાની તક મળી છે.બ્રિજ ભટ્ટની સફર પરંપરાગત કળાને જાળવી રાખીને તેને રોજગાર અને ઓળખનું માધ્યમ બનાવવાની પ્રેરણા આપે છે. બાળપણની નાનકડી કોશિશથી શરૂ થયેલી આ સફર આજે ભક્તોની આસ્થાને આકાર આપતી કળામાં પરિવર્તિત થઈ છે.

