અંકલેશ્વરની સાગબારા ફાટક ખાતે નાયરા પેટ્રોલ પંપની સામે આવેલી અનાજ-કરિયાણાની દુકાનમાં એક્સપાયરી થયેલો ખાદ્ય સામાન વેચાતો હોવાની માહિતીના આધારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી મુદત પૂર્ણ થયેલો ખાદ્ય સામાન મળી આવતા દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમે તપાસ દરમિયાન 4 કિલો ફરસાણ, 3 કિલો આંબલી, 800 ગ્રામ ખજૂર, 1.700 કિલો સીંગ અને 10 પાઉચ ઇન્દોરી પાન સહિતનો એક્સપાયરી થયેલો માલ ઝડપી પાડ્યો હતો. જપ્ત કરવામાં આવેલા આ તમામ માલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ લોકોમાં પણ એવી માંગ ઉઠી છે કે શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનો તથા ખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓની નિયમિત તપાસ કરવામાં આવે અને એક્સપાયરી માલનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
