અંકલેશ્વરના સારંગપુર વિસ્તારનો બનાવ

2 યુવાનોના શંકા મોત નિપજ્યા

પેઇન કિલરના ઇન્જેક્ષન લીધા હોવાનું અનુમાન

બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

અંકલેશ્વરના સાળંગપુર નજીક બે યુવાનોના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે પેઇન કિલરના ઇન્જેક્શન લીધા બાદ ઓવરડોઝના કારણે મોત નીપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં બે યુવાનોના શંકાસ્પદ મોતનો મામલો સામે આવતા ચકચાર મચી છે. ઘટનામાં એક અન્ય યુવાનની હાલ સારવાર ચાલી રહી છે.મૃતકોની ઓળખ ફરમાન અલી, ઉંમર આશરે 24 વર્ષ, રહે. જીતાલી અને રાહુલ સિંગ, ઉંમર આશરે 25 વર્ષ, રહે. જીતાલી તરીકે થઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય યુવાનોએ થાક ઉતારવાના ઇરાદે પેઈન કિલરનું સેવન કર્યું હોવાની આશંકા છે.

પેઈન કિલરનો ઓવરડોઝ થઈ જતાં તેની આડઅસરના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવતા બે યુવાનોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.ઘટનામાં એક યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.જોકે, બંને યુવાનોના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ ઘટનાની વધુ હકીકતો સામે આવે તેવી શક્યતા છે.