બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપળા ખાતે આયોજન
યુનિવર્સિટીના પ્રથમ ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
667 સ્નાતકોને પદવી, 47 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
શૈક્ષણિક જગતના અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાન, ગૌરવ અને સિદ્ધિના આ ઉત્સવમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના તેજસ્વી આદિવાસી અને અન્ય વિદ્યાર્થીઓને પદવી તેમજ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 667 સ્નાતકોને પદવી અને 47 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં 24 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 23 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યપાલએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને પોતાના ગામમાં એકપણ બાળક અશિક્ષિત ન રહે તેવો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પદવી મેળવનાર સ્નાતકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે જ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા રાજ્યમંત્રી નરેશ પટેલએ અપીલ કરી હતી. આ પ્રસંગે શૈક્ષણિક જગતના અગ્રણીઓ, સ્થાનિક લોકપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
