અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ગણેશ મહોત્સવની ઉજવણી
ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આયોજન
લાલબાગના રાજાની થીમ પર ગણેશ મહોત્સવ
ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળના નવચેતન યુવક મંડળ દ્વારા સ્થાપિત ચોર્યાસી કે રાજાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે.મુંબઈના લાલબાગના રાજાની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં નવચેતન યુવક મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત અને ભવ્ય રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.આ મંડળ અંકલેશ્વરના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ગણેશ મંડળોમાં સ્થાન ધરાવે છે. પેઢીઓથી ચાલી આવતી આ પરંપરાને કારણે અહીંના ‘ચોર્યાસી કે રાજા’ સમગ્ર પંથકમાં આસ્થા અને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.
દર વર્ષે મંડળના યુવાનો દ્વારા અનોખા સામાજિક-ધાર્મિક સંદેશ સાથે ઉત્સવને વધુ ભવ્ય બનાવે છે, જે અંકલેશ્વરના ગણેશોત્સવની સંસ્કૃતિને જીવંત રાખે છે.’ચોર્યાસી કે રાજા’ના દર્શન કરવા માટે માત્ર સ્થાનિક જ નહીં, પણ આસપાસના તમામ વિસ્તારોમાંથી રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. નવચેતન.મંડળ દ્વારા કરવામાં આવતું અદભુત આયોજન, ભવ્ય લાઇટિંગ અને ગણેશજીની મનમોહક પ્રતિમાને કારણે આ સ્થળ અંકલેશ્વરના મુખ્ય આકર્ષણ કેન્દ્રોમાં મોખરે રહ્યું છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા દર્શનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
