ભરૂચના જંબુસર તાલુકાના “ઉમરાગામે”ભવ્ય માનવ મેદનીની વચ્ચે, રણુજાચા રજા, રામદેવપીરનો 1977થી પરંપરાગત રીતે 50મો નેજા મહોત્સવ યોજાયો હતો. દર વર્ષે આમોદ અને જંબુસર પંથક તેમજ શહેરમાં રાણા સમાજ દ્વારા નકલંક દેવની શોભયાત્રા કાઢી,જંબુસર ટંકારી ભાગોળ ખાતે ભવ્ય નેજા મહોત્સવ ઉજવવામાં આવે છે અને પંથકના ગામડાઓમાં ઉબેર, કાવા, જંત્રાણ,નોંધણા નોમના નેજા ચઢાવી વનમાં વાણીયાની ચોરોથી રક્ષા કરનાર, બાબા રામદેવ પીર નો નેજા ઉત્સવ મનાવવામાં આવે છે.
ઉમરા ગામે દરવર્ષે પંથકમાંથી ભાઈઓ બેહેનો, આબાલ વૃદ્ધ સહીત રામદેવપીરના ચરણે પડી, પુરી શ્રદ્ધા અને વિશ્વાસથી, દુખડા દૂર કરવાની વિનંતી કરી બાધા-આખડી પૂર્ણ કરે છે.શોભાયાત્રામાં ઘરાસભ્ય દેવકિશોર સ્વામી, કેબોઇ અધિષ્ઠતા મહંત, વિદ્યાનાંદજી મહારાજ, ભાજપ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર આગેવાન ચંદ્રકાન્ત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
