ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન
આર.કે.વકીલ હાઈસ્કૂલમાં આયોજન
ગણેશ મહોત્સવનું સમાપન
પાણી ભરેલા ડ્રમમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન
પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો
ભરૂચના હાંસોટના ઇલાવની આર.કે. વકીલ હાઈસ્કૂલમાં અનોખી રીતે ગણેશ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.જળપ્રદૂષણ અટકાવવા શાળાના પટાંગણમાં જ પાણી ભરેલા ડ્રમમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલમાં ગણેશ મહોત્સવનું અનોખી રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
શાળાની હોસ્ટેલમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નદી કે નાળામાં કરવાથી જળપ્રદૂષણ થતું હોવાથી શાળા દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શાળાના પટાંગણમાં જ પાણીથી ભરેલા ડ્રમમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ રીતે વિદ્યાર્થીઓને ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.વિસર્જનના પ્રસંગે હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા અને ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી.
હોસ્ટેલના ગૃહપતિ આશિષ પટેલ તથા ગૃહમાતા રોશની પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.શાળા દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ નદી-નાળામાં થતા જળપ્રદૂષણને અટકાવવાનો હતો. ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે ધાર્મિક પરંપરા સાથે પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
