અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન
11માં મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન
મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું
તૈયારીઓ શરૂ કરાઇ
અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપના ૧૧મા મેગા નવરાત્રી મહોત્સવનું હરી દર્શન સોસાયટીના વિશાળ ગરબા ગ્રાઉન્ડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી મંડપ મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ
અંકલેશ્વરમાં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ૧૧મા મેગા નવરાત્રી મહોત્સવની તૈયારીઓનો વિધિવત્ પ્રારંભ થયો છે. હરી દર્શન સોસાયટી ખાતે આવેલા વિશાળ ગરબા ગ્રાઉન્ડમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.મંડપ મુહૂર્ત પ્રસંગે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા સહિત ગ્રુપના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ સાથે મંડપ મુહૂર્ત સંપન્ન કરી આગામી નવરાત્રી મહોત્સવને લઈને ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી અંકલેશ્વર અને આસપાસના ગરબા રસિકો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજનની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જાણીતા લોકગાયક બિરજુ બારોટ અને તેમનું વૃંદ આ વર્ષે ગરબાની રમઝટ બોલાવશે, જેને લઈને ગરબા રસિકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંડપ મુહૂર્ત સાથે જ મહોત્સવની તૈયારીઓને વેગ મળ્યો છે અને આગામી દિવસોમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે વિવિધ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવશે.
