કોંગ્રેસ સમિતિ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાયું
કોંગ્રેસના આગેવાનો – કાર્યકરોઓએ વિરોધ નોંધાવ્યો
કાળા કપડામાં વિરોધ નોંધાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા
ચૂંટણી પ્રક્રિયા-ચૂંટણી પંચને લઈને આક્ષેપ સામે વિરોધ
મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કાળા કપડા પહેરી ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જુબેર પટેલ, ઇમરાન પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
