બાળકોમાં રહેલ શુષુપ્ત શક્તિ બહાર આવે અને બાળકો આધુનિક વિજ્ઞાન તરફ આગળ વધે તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ અને મા રેવા શાળા વિકાસ સંકુલના ક્લસ્ટરનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ-૨૦૨૬-૨૭નું વાલિયાના ડહેલીની શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ  ખાતે આયોજ કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મહાનુભાવોના હસ્તે રીબીન કટિંગ કરી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ-૨૦૨૬-૨૭નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.વિવિધ શાળાઓના બાળકોએ તૈયાર કરેલ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.જે તમામ પ્રોજેકટોને મહાનુભાવોએ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ડાયટ ભરૂચના વિજ્ઞાન સલાહકાર ડો.રોબિન્સ ભગત, શાળા સંચાલક મંડળના પ્રમુખ પી.ડી.રાણા,ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકેશ ટેલર, ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ડી.ઇ.ઓ.કચેરીના ઇ.આઈ દિવ્યેશ પરમાર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.