નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ભરૂચ સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે ૭ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. કે. વી. વડોદરિયાએ કપાસના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે વર્ષ ૧૯૧૩માં સ્થપાયેલા કેન્દ્રના ઇતિહાસ અને સંશોધન પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી.કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આચાર્ય ડૉ. ડી. ડી. પટેલ અને કૃષિ પોલિટેકનિકના આચાર્ય ડૉ. એ. ડી. રાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉજવણીના ભાગરૂપે જાગૃતિ રેલી યોજાઈ હતી તેમજ વિદ્યાર્થીઓને કપાસની વિવિધ જાતો, સંશોધન પ્રયોગો, જર્મપ્લાઝમ સંગ્રહ અને બીજ ઉત્પાદન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૧૦૦થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.