નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ઝાડેશ્વર ગામ ખાતે નાની દીકરીઓ માટે ચણિયાચોળી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓને નવાં ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં ઝાડેશ્વર ગામના સરપંચ, પ્રજાપતિ સમાજના અગ્રણીઓ રાકેશભાઈ અને જયેશભાઈ તેમજ નિજ ફાઉન્ડેશનનાં જાહ્નવી ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નિજ ફાઉન્ડેશન તરફથી તમામ બાળકોને સ્મૃતિભેટ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનાં દાતા હિતેન્દ્રસિંહ ડોડીયાએ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
