અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જન જાગૃતિ રેલીનું સ્વાગત
ડ્રગ વિરોધી રેલીનું આયોજન
પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
એકતા નગર ખાતે થશે સમાપન
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવનું અંતર્ગત નીકળેલી ડ્રગ વિરોધી બાઈક રેલીનું પોલીસ વિભાગ દ્વારા અંકલેશ્વરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણી અને નશામુક્ત ભારતના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી રાષ્ટ્રીય મોટરસાઇકલ રેલીનું જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક સ્વાગત કરવામાં આવ્યું હતું.રેલીનું સ્વાગત કર્યા બાદ તેને એકતા નગર તરફ આગળ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એ.એસ.પી. અજય કુમાર મીણા, ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા તથા સીઆરપીએફના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સ્થળે ત્રિરંગાના રંગોથી સજાવટ કરવામાં આવી હતી અને ડ્રગ્સ વિરોધી અભિયાનના બેનરો દ્વારા નશામુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સાથે જ જન જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા.રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતા નગર ખાતે 31 ઓક્ટોબરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના પ્રતિનિધિઓ રાષ્ટ્રીય મોટરસાઇકલ રેલીમાં જોડાયા છે.
