અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શહેર અને જીઆઈડીસીમાં આયોજન
સરદાર જયંતિ નિમિત્તે આયોજન કરાયું
શ્રધ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો યોજાયા
મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીમાં તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરતા કાર્યક્રમો યોજાયા હતા
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભેર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, અડગ સંકલ્પશક્તિ અને દેશની એકતા માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંકલેશ્વરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણાસહિત નગરપાલિકાના તમામ સદસ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ અંકલેશ્વર GIDC ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને સ્વ. ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અંકલેશ્વર જીઆઈડીસી કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બંને મહાન રાષ્ટ્રનેતાઓને યાદ કરી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઇડ કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, અનિલભાઈ નેવે, હર્ષદભાઈ ગઢવી, રામ કુબેર પાંડે, યોગેશભાઈ જોશી અને હેતલભાઈ શાહ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, દ્વારા સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે જીઆઇડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ, ટ્રેઝરર ચંદુ અકબરી,સિક્યુરિટી ચેરમેન ડેનિશ ભૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
