અંકલેશ્વરમાં કરાયુ આયોજન

આર.એમ.પી.એસ.સ્કૂલમાં આયોજન

રંગોત્સવ નામક ચિત્ર સ્પર્ધા યોજાઈ

1400 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ચિત્ર સંઘ દ્વારા આયોજન

અંકલેશ્વરની આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘ દ્વારા રંગોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમમાં  1400 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘ આયોજીત  કેમલ કંપની સંયોજિત શનિવારના રોજ આર .એમ.પી.એસ. ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણ ખાતે  રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ચિત્રશિક્ષક સંઘના પ્રમુખ દિપેશભાઈ પટેલ દ્વારા જીવંત ચિત્ર સર્જન કરીને વિદ્યાર્થીઓને રંગો તથા વિવિધ પ્રકારના ભાત અને પોતની વિસ્તૃત માહિતી સાથે નિર્દેશન કરી વિદ્યાર્થીઓમાં જોમ ભર્યો હતો આ રંગોત્સવ માં વિવિધ શાળાના 1400 જેટલા બાળકો એ ભાગ લીધો હતો.

આ પ્રસંગે કેમલ કંપનીના હેડ ભરત શાહ તથા ચિત્ર શિક્ષક સંઘના ઉપપ્રમુખ  પ્રદીપભાઈ દોશી , મહામંત્રી વિપુલભાઈ પટેલ .તેમજ શાળાના કોર્ડીનેટર રોમાબેન મજમુદાર.શાળાના ટ્રસ્ટીઓ અને ચિત્ર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને  વિજેતા વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન તેમજ તેઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કર્યા હતા સાથે ચિત્ર શિક્ષકને પણ સન્માનિત કર્યા હતા