હાંસોટના ઇલાવ ગામે આયોજન
સેવાસેતુ કાર્યક્રમનું આયોજન
8 ગામના લોકોએ લીધો લાભ
સરકારની યોજનાઓનો લાભ અપાયો
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમા 8 ગામના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે 8 ગામના ક્લસ્ટર માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોની સેવાઓ ગ્રામજનોને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ઇલાવ, સાહોલ, બાલોતા, બોલાવ, સુણેવ, ઓભા અને આસરમા સહિતના ગામોના ગ્રામજનોએ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને જરૂરી માર્ગદર્શન તથા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને ન્યાયાધીશ પી.પી. મોકાશી, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા મગન પટેલ, મામલતદાર રણજીત મકવાણા, તાલુકા વિકાસ અધિકારી બહાદુરસિંહ વસાવા, તાલુકા પંચાયત સભ્ય વનરાજસિંહ પટેલ, નટવર પરમાર, ઇલાવ ગામના સરપંચ નિશા રાઠોડ, ડે. સરપંચ હિરેન પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને વિવિધ સરકારી સેવાઓનો લાભ તેમના ગામ નજીકથી મળી રહે તે માટે સ્થળ પર જ કામગીરી કરવામાં આવી હતી.
