ભરૂચના નબીપુર નજીકનો બનાવ
નેશનલ હાઇવે 48ની ઘટના
ટેમ્પા ચાલકે કર્યો આપઘાત
ટેમ્પા સાથે જ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું
ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેમ્પા ચાલકે ટેમ્પા સાથે જ ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે-48 પર એક ટેમ્પા ચાલકે પોતાના ટેમ્પા સાથે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટેમ્પા ચાલકે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ મૃતકની ઓળખ, પરિવારજનોના નિવેદનો તથા અન્ય સંજોગોના આધારે ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
