ગુજરાત સરકારના સંકલ્પ અનુસાર દર મહિનાના પ્રથમ રવિવારે વૃક્ષારોપણની થીમ અંતર્ગત આજે, 1 નવેમ્બર 2026ના રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જલારામ નગર સ્થિત “બચપન સ્કૂલ” ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની થીમ મુજબ “વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલ રોપાઓની ફેરબદલી” હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હરિશચંદ્ર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, આયોજન સબ રજિસ્ટ્રાર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ જે. મહિડા દ્વારા કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં નગરપાલિકાના રિક્રિએશન કમિટી ચેરમેન હેતલબેન ગાંધી, ડ્રેનેજ કમિટી ચેરમેન સંદીપભાઈ જે. પટેલ, બચપન સ્કૂલના પ્રિન્સિપાલ મનીષાબેન ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન રમણભાઈ પટેલ, શિક્ષણ સમિતિના સભ્ય નરેશભાઈ મોદી, મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન ગાંધી, મહામંત્રી શ્વેતાબેન પટેલ, પૂર્વ મહામંત્રી મીનેશભાઈ ગાંધી, વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ સ્કૂલનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન 14 જેટલા પ્લાન્ટ્સનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 25 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકો અને હાજર લોકોમાં વૃક્ષોની માવજત, જાળવણી અને તેના મહત્વ અંગે જાગરૂકતા કેળવવાની ખાતરી આપવામાં આવી હતી.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ શ્રેણીનો આ ત્રીજો કાર્યક્રમ હતો. આ અગાઉ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવારે સ્વર્ણિમ લેકવ્યુ અને ઓક્ટોબર માસના પ્રથમ રવિવારે નીલ માધવ સોસાયટી ખાતે વૃક્ષારોપણ યોજાયું હતું
