અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનેક વાર રખડતા પશુનો આતંક સામે આવ્યો છે મોપેડ પર પોતાના મામાના ઘરે જતી યુવતીને રખડતા પશુના આતંકનો ભોગ બનવું પડ્યું છે.

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી પ્રગતિ ઘાનાણી મોપેડ લઈને મામાના ઘરે જવા નીકળી હતી અને સોસાયટી પાસે સેફ્રોન બિલ્ડીંગ સુરભી ફ્લેટ પાસે રસ્તામાં ગાયને જોઈને ઉભી રહી ગઈ હતી ત્યારે અચાનક ગાયે તેના ઉપર હુમલો કર્યો હતો.ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં યુવતીને અલગ અલગ 6 જગ્યા ઉપર ફ્રેક્ચર અને 15થી વધુ જગ્યા ઉપર ટાંકા લેવા પડ્યા હતા ત્યારે અનેકવાર નિકોલ વિસ્તારમાં રખડતા પશુનો આતંક જોવા મળતો હોય છે પરંતુ રખડતા પશુને અંકુશમાં લેવા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે