Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, સરકારે ટેસ્ટની સંખ્યા ઘટાડી

અમદાવાદ : રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, સરકારે ટેસ્ટની સંખ્યા ઘટાડી
X

દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રાહતના સમાચાર આવી રહયા છે. 30 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 799 નવા કોરોનાના કેસ નોંધાયા છે.

ગુજરાત રાજયમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે દર્દીઓની સામે રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. તો બીજી તરફ સાજા થવાનો દર 94 ટકાને પાર પહોંચ્યો છે. ગત 24 કલાક દરમિયાન કોરોનાના 799 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,44,258 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.15 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 95,98,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે

Next Story