અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય કિરણબેન અરવિંદ વસાવા 22મી એપ્રિલના રોજ પોતાના ઘરે હતી.તે દરમિયાન તેણીએ અગમ્ય કારણોસર ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ અંગેની પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
