અંકલેશ્વરના કલાવતી ફર્નીચરની દુકાનમાં કામ કરતા કામદારને દુકાન પાછળ વીજ મોટરમાંથી કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું .માલતિ માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ખરચી ગામના ભીલવાડા ખાતે રહેતા ૨૮ વર્ષીય કિશન વસાવા અંકલેશ્વરના કલાવતી ફર્નીચરમાં કામદાર તરીકે નોકરી કરે છે જેઓ દુકાન પાછળ વીજ મોટર ચાલુ હોય ત્યાં ગયા હતા તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.