અંક્લેશ્વર: બી ડીવીઝન પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર મહિલા આરોપીની કરી ધરપકડ
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સપેક્ટર વિ કે ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સપેક્ટર વિ કે ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર આરોપી મનીબેન ઉર્ફે મણીબેન સનુભાઇ ભાંભોર ૨હે-ગામ;-મોટી ખરચ, ભાંભોર ફળિયુ, તા.જી.દાહોદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા આરોપી ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર હતી જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
