ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક બાકરોલ-પાનોલી જીઆઇડીસી વિસ્તાર નજીકથી ગેરકાયદેસર બાયો ડિઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
અંકલેશ્વર પ્રાંત અધિકારી નૈતીકા પટેલ તેમજ અંક્લેશ્વર મામલતદારની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વર નજીક બાકરોલ-પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મેઘા પેટ્રોલ પંપની બાજુના વે-બ્રિજના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર બાયો ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 12,772 લીટર બાયો ડીઝલ, 2 ફ્યુલ પંપ, 2 નોઝલ, 1 ઓવર હેડ ટેન્ક, 3 ઇલેક્ટ્રિક મોટર, 2 ટ્રક અને 50,000 લીટરના 4 ટેન્ક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
