અંકલેશ્વરમાં કરાયુ આયોજન

એસ.ટી.ડેપો ખાતે આયોજન

મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ

અર્બન હેલ્થ સેન્ટરના તબીબોએ આપી સેવા

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી ડેપોના તમામ કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.

સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા 2026-સ્વછતા સપ્તાહ અંતર્ગત આજ રોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે  અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના સહયોગ દ્વારા ડ્રાઇવર, કંડકટર અને અન્ય કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં એસટી ડેપોના તમામ કર્મચારીઓના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી  દવાઓ આપવામાં આવી હતી.એસટી વિભાગ દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અને સમયસર નિદાનના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મેડિકલ કેમ્પમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત, અર્બન  હેલ્થ સેન્ટરના તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા