-
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી
-
હથિયાર સાથે આરોપીની કરી ધરપકડ
-
દેશી પિસ્તોલ અને કારતુસ ઝડપાયા
-
બિહારના આરોપીની ધરપકડ
-
રૂ.15 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
અંકલેશ્વર: GIDC પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક આરોપીની કરી ધરપકડ
દેશી બતાવટનો તમંચો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ બિહાર અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સોનુકુમાર ધીરો મંડલને ઝડપી પાડ્યો ભરૂચ | ગુજરાત |
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે દેશી હાથ બનાવટનો તમંચા સહિત કુલ 15 હજારના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કારતવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ભાડેથી રહેતો સોનુકુમાર ધીરો મંડલ એક બેગમાં કપડામાં વિટાળી જીવતા કારતુસ સાથે તમંચો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
સ્થળ પરથી દેશી બતાવટનો તમંચો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ બિહાર અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સોનુકુમાર ધીરો મંડલને ઝડપી પાડી તેની વિરુદ્ધ આર્મ્સ એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને હથિયાર રાખવાનો કારણ શું છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
