અંકલેશ્વરમાં હાથ ધરાયો પ્રોજેકટ

એલઇ કવિન ક્લબ દ્વારા સેવા કાર્ય

ગાયો માટે ઔષધીય લાડવા બનાવાયા

બહેનો ઉત્સાહ પૂર્વક જોડાઈ

રાત્રીના સમયે ગાયોને લાડવા ખવડાવાશે

અંકલેશ્વર LE ક્વીન ક્લબ દ્વારા 500 ગાયો માટે ઔષધીય લાડવા બનાવવાનો સેવા પ્રોજેક્ટ યોજાયો હતો જેમાં ક્લબની બહેનો ઉત્સાહભેર જોડાય હતી.

અંકલેશ્વરમાં સાર્થક ફાઉન્ડેશનના સહયોગથી LE અંકલેશ્વર ક્વીન ક્લબ દ્વારા ગાય અને ભેંસને પેટમાં થતી કૃમિ તેમજ અન્ય બીમારીઓથી બચાવવા માટે 500 ગાયો માટે ઔષધીય લાડવા બનાવવાનો સેવા પ્રોજેક્ટ યોજાયો.

આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ક્લબની બહેનોએ ગણેશ પાર્ક ખાતે  એકત્રિત થઈ ઉત્સાહભેર લાડવા બનાવવાની કામગીરી કરી. બહેનોએ સેવાભાવ સાથે આ કાર્યમાં ભાગ લઈ પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે પોતાની સામાજિક જવાબદારી નિભાવી.તૈયાર કરાયેલા ઔષધીય લાડવા રાત્રિના સમયે યુવા ટીમ દ્વારા ગાયોને ખવડાવવામાં આવશે જેથી પશુઓને કૃમિ અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી રક્ષણ મળી તેમની તંદુરસ્તી જળવાઈ રહે.આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ જણાવ્યું કે સમાજસેવાની સાથે જીવદયા અને પશુ કલ્યાણ માટે આવા પ્રોજેક્ટો ભવિષ્યમાં પણ સતત હાથ ધરવામાં આવશે.