અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીમાં આવેલા એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ મામલે ડીઆરઆઈ (DRI) દ્વારા દરોડો પાડી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિયોફેનોન નામનું રસાયણ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રસાયણનો ઉપયોગ MD (મેફેડ્રોન), જેને સામાન્ય ભાષામાં “મ્યાઉં મ્યાઉં” તરીકે ઓળખવામાં આવે છે, તેના ઉત્પાદન માટેના રો મટીરિયલ તરીકે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ડીઆરઆઈની ટીમ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરી રહી છે અને જપ્ત કરાયેલા રસાયણની તપાસ સહિત અન્ય કાનૂની કાર્યવાહી ચાલુ છે. હાલ આ કેસમાં વધુ વિગતો અને સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.
તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકતો સ્પષ્ટ થશે.
