અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડી.વાય.એસ.પી. ડો. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આગામી 26 ઓગસ્ટના રોજ ઈદે મિલાદનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠકમાં ઈદે મિલાદ નિમિત્તે નીકળનારા ઝુલુસના રૂટ સહિત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનો સાથે જરૂરી સૂચનો લેવામાં આવ્યા હતા.આ બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી. ચાવડા,નગર પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા સહિત હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને સમાજના આગેવાનો દ્વારા ઈદે મિલાદનું પર્વ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરવામાં આવી હતી.
