ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી
અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા
ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
એક આરોપીની કરાય ધરપકડ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતો અબ્દુલગની શેખ તેના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે.અને હાલમાં પણ તેના મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જી.એ દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 1.215 કિલોગ્રામ ગાંજો મળી કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને અબ્દુલગની ગુલામરસુલ શેખને ઝડપી પાડ્યો હતો.જ્યારે ઓડીશાના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
