અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન
તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઈ
વકતૃત્વ સ્પર્ધાનું આયોજન
54 શાળાના બાળકોએ લીધો લાભ
અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વિકસિત ભારત 2047 અને ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાય હતી આ સ્પર્ધામાં આઈએએસ અધિકારી એમડીએમ કમિશનર ગાંધીનગરના આનંદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે અંકલેશ્વર તાલુકા કક્ષાની જીનવાલા હાઈસ્કૂલ ખાતે ગાંધીનગરના એમડીએમ કમિશનર આનંદ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજી , ડી.પી.ઈ.ઓ ભરૂચ સચિન શાહ તેમજ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધાઓમાં તાલુકાની કુલ 54 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.ચિત્ર સ્પર્ધામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પેટાવિષયો પર ચિત્રો રજૂ કર્યા હતા.જે ચિત્રોને પ્રદર્શન માં મુકવામાં આવ્યા હતા જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આ સ્પર્ધામાં પેટા વિષયો પર ત્રણેય વિભાગોમાં 27 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા આ બંન્ને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીને એમડીએમ કમિશનર આનંદ પટેલ સહીત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા,નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહીત શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
